કાલોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઈન્સ યુ.એલ.વાઘેલાનાઓ ની સુચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે “ડુંગરીપુરા ગામે મંદિર ફળીયામાં રહેતો રાહુલકુમાર ખુમાનસિંહ પરમાર તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરી ની રીલો રાખી વેચાણ કરે છે” તેવી બાતમીના આધારે સદર બાતમીવાળી જગ્યા એ રેઇડ કરી ચાઈનીઝ દોરીની કુલ રીલ નંગ-૩૦ જેની કુલ કિ.રૂ. ૬૦૦૦ /-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.