કેશોદ: કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આજે ખાતેદારોને રોકડ રકમ ન મળતાં ભારે હોબાળો
કેશોદ તાલુકાના અજાબ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આજે ખાતેદારોને રોકડ રકમ ન મળતાં ભારે હોબાળો મચ્યો હતો. વારંવાર બેંક પાસે પૂરતી રોકડ ન હોવાની સમસ્યાને કારણે ગામના લોકો અને ખેડૂતો પરેશાન બન્યા છે.