મૂળી તાલુકાના સાગધ્રા ગામે ઇનામી ડ્રોના આયોજકો સામે ગુનો નોંધાયો છે "વિજળીયા વચ્છરાજ સેવા સંગઠન" દ્વારા અબોલ પશુઓના ઘાસચારાના લાભાર્થે ઇનામી ડ્રો યોજાયો હતો, પરંતુ તેની કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નહોતી.મૂળી પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી આયોજકો પાસે મંજૂરી અંગે પૂછપરછ કરી હતી. મંજૂરી ન હોવાને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ જુગાભાઈ જેજરીયા સહિત અનેક આયોજકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.