હાલોલ: હાલોલ તાલુકાના વીટોજ ગામના હનુમાનિયા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલના વાસેતી ગામે પરણેલી અને ગાજપુરા ગામની વતની યુવતી ગાયત્રી સુનિલભાઈ પરમાર દ્વારા નર્મદાની નહેરમાં પડતું મૂકી આપઘાત કરતા ચકચાર મચી છે.ગાયત્રીના લગ્ન ગત મે મહિનામાં વાસેતીના અક્ષય સુરેશભાઈ પરમાર સાથે થયા હતા.ગત 16 નવેમ્બરે સાસુ સાથેના અણબનાવને કારણે ગાયત્રી પિયર જવાના કહ્યા મુજબ ઘરેથી નીકળી હતી. પરંતુ તે પિયર પહોચી નહી અને મંગળવારે બપોરે નહેરમાથી યુવતીનો મૃતદેહ મળી આવતા હાલોલ રૂરલ પોલીસે જાનવજોગ ફરીયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.