ઝાલોદ: ચિત્રોડીયા ગામે ઝાલોદ વનવિભાગ નોર્મલ રેન્જના ફોરેસ્ટર દ્વારા 7 ફૂટ લાંબા અજગર રેસ્ક્યુ કરાયું
Jhalod, Dahod | Nov 30, 2025 આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે બારીયા નોર્મલ ડિવિઝનના તાબામા ઝાલોદ નોર્મલ રેન્જ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી રેન્જ છે.ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે એક રહેણાક મકાનની બાજુમા ૭ થી ૮ ફૂટ લાંબો અજગર નીકળતા ત્યાંના રહેવાસીએ તાત્કાલિક ઝાલોદ નોર્મલ રેન્જના ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર એસ.ડામોર,ને ટેલિફોનિક જાણ કરી.તાત્કાલિક તેઓ તેમની ટીમ લઇ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગયા.