હાલોલ નજીક આવેલ ખાખરીયા કેનાલ પાસે આજે શનિવારે એક બાઇક ચાલકને અકસ્માત નડતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.મૃતકની ઓળખ હાલોલ ના રણછોડનગર વિસ્તારમાં રહેતા સુભાષભાઈ હરિવદનભાઈ પટેલ તરીકે થઈ છે.તેઓ મૂળ ખાખરીયા નજીક આવેલા ઉત્તમનગરના રહેવાસી હતા અને હાલ હાલોલમાં વસવાટ કરતા હતા.બાઇક લઈને ઉત્તમનગર ખાતે આવેલા હનુમાનજી મંદિરે દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદા નહેર નજીક તેઓને અકસ્માત નડ્યો હતો.