ખેડબ્રહ્મા: શહેરના એપીએમસી ખાતે સાંસદ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરાવવામાં આવ્યો
ખેડબ્રહ્મા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે અંદાજીત સવારે 10 વાગ્યા ની આસપાસ ખેડબ્રહ્મા શહેરના એપીએમસી ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર સહિત તાલુકાના ખેડૂતો મગફળી લઈને એપીએમસી ખાતે પહોંચ્યા હતા.