વરસામેડીની કિંમતી જમીન પચાવી પાડવાના પંકજ હિતેશ વાણિયાનું ખોટું નામ ધારણ કરનાર મુખ્ય આરોપી દિનમામદ કાસમ રાયમા, ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનારા ઈભલા કાસમ મથડા, સુલ્તાન અભુભાકર ખલીફા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતી ત્રણેયના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.