ગોધરા તાલુકાના ચાચપુર ગામના અને આર્મીમાં ફરજ બજાવતા મનોજકુમાર દશરથભાઈ સોલંકીએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગોધરા APMCના પૂર્વ ચેરમેન રાજુભાઈ ચૌહાણ તથા અન્ય ઈસમોએ જમીનના પંચનામામાં સહી કરવાના મુદ્દે મનોજકુમાર અને તેમના મિત્ર સાથે મારામારી કરી હતી. ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ હપ્તાની લેવડદેવડ દરમિયાન ગાળો આપી ધમકી આપવામાં આવી હતી. બાદમાં પાનમ કેનાલ નજીક લોખંડની વાંસીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મનોજકુમાર તથા તેમના સગા રોહિતકુ