જામનગર શહેર: કાલાવડ નાકા બહારના પુલ ઉપર દુર્ઘટના સર્જવાની ભીતિ, તંત્રને જાણ હોવા છતાં કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલો પુલ અતિ જર્જરીત હાલતમાં હોય ખાસ કરીને ભારે વાહનોને રોકવા માટે મુકાયેલા લોખંડના મોટા થાંભલા જમીનમાંથી ઉખડી ગયા હોય અને ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. મહાનગરપાલિકા તંત્રને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.