દાહોદ: દાહોદ જિલ્લાના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરાઈ
Dohad, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. કેન્દ્રમાં તેડાગર બેન દ્વારા સમયસર ગુણવત્તા યુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવેલું હતું.