તિલકવાડા: બુંજેઠા ગામના 20 વર્ષીય યુવક ઝેરી દવા પીધી સારવાર દરમિયાન યુવકનું થયું મોત
તિલકવાડા તાલુકાના બુંજેઠા ગામના 20 વર્ષીય સમીરશાહ અકબરશાહ ફકીર જેઓ ગત રોજ તારીખ 23/10/2025 ના રોજ બપોરના સાડા ત્રણ થી ચાર ના સમય દરમિયાન બુંજેઠા ગામે આવેલા સરકારી દવાખાના નજીક કોઈ ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી ઘટનાને પગલે તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ડભોઇ યુનિટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનુ મોત થયું હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે