સુરત શહેરના સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલા 'નંબર-1' રેનિ્કંગ પર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત મહાનગરપાલિકા (SMC) ના ટ્રાન્સપોર્ટરો દ્વારા સુરત, નવસારી અને અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર| રીતે કચરો ઠાલવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આ મામલે પુરાવા સાથે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ફોરેનિ્સક ઓડિટની માંગ કરી છે.