ધ્રાંગધ્રા તાલુકાની અંદાજે ૨૫ જેટલી સ્વનિર્ભર શાળાઓના સંચાલકો દ્વારા ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સંસ્કારધામ ગુરુકુળ ખાતે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે પરીક્ષાના તણાવ, ભય અને ધ્યાનભંગ જેવી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પરિણામ મેળવવા સમય વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવી હતી.