શહેરાની એસ.જે. દવે હાઇસ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન મોડું આવવાના કારણ અંગે પૂછપરછ કરતાં શિક્ષિકાને થપ્પડ મારી અને ધક્કો આપ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટના બાદ શિક્ષિકાને શાળામાં આવી કેટલાક ઇસમોએ ધમકી આપ્યાની ફરિયાદથી તેમની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે. આ મામલે પંચમહાલ જિલ્લા માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી શિક્ષિકાને તાત્કાલિક પોલીસ સુરક્ષા અને જવાબદાર સામે કડક ક