માંડવી: MPથી 247 ટ્રક ભરીને 1900 ટન ખેરના લાકડા માંડવી ફોરેસ્ટ ખાતે પરત લવાયા
Mandvi, Surat | Dec 28, 2025 સુરત વન વિભાગ હેઠળની માંડવી દકિ્ષણ રેન્જે ખેરના લાકડાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી મધ્યપ્રદેશના| અલીરાજપુરથી અંદાજે 1900 મેટિ્રક ટન ખેરનો મુદ્દામાલ જપ્ત કરી સુરકિ્ષત માંડવી પહોંચાડ્યો છે.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક તસ્કરો અને MP વન વિભાગના અસહકાર છતાં માંડવીના વનકર્મીઓએ કાયદાકીય લડત જીતીને મોટી સફળતા મેળવી છે.