ઉધના: સુરત શહેર ઈકો સેલ પોલીસે મોરેશિયસ સ્ક્રેપ ડીલના નામે રૂ. 2.19 કરોડની છેતરપિંડી કરનાર અરુણ અગ્રવાલ મુંબઈની ધરપકડ કરી
Udhna, Surat | Nov 26, 2025 સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ સ્ક્રેપના માલના નામે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈને માલ કે નાણાં પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને મોરેશિયસ સ્ક્રેપના નામે માર્કેટ કરતાં સારો માલ આપવાનો વિશ્વાસ આપીને 2,19,44,214નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી સ્ક્રેપનો માલ આપવાના બહાને મોટી રકમ મેળવી લેવામાં આવી હતી.