ગુજરાત એજ્યુકેશન સોસાયટી છેલ્લા 72 વર્ષથી આદિપુર ગાંધીધામ જોડિયા શહેરોમાં શિક્ષણ યજ્ઞ માટે પ્રસિદ્ધ છે. આદિપુર ખાતે નવનિર્માણ પામી રહેલ વિદ્યા સંકુલનું શાસ્ત્રોત વિધિ સાથે આજરોજ ભૂમિ પૂજન સંપન્ન થયું છે.આદિપુર સ્થિત એસ. આર. ગણાત્રા પ્રાથમિક શાળા, આર .પી. પટેલ ગુજરાત વિદ્યાલય ,જી.એ .પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિશાળ ભવન નું ભૂમિ પૂજન થયેલ છે. આગામી સમયમાં આ વિદ્યાસંકુલ વિશાળ ભવનમાં પરિવર્તિત થશે.