ચોરાસી: વેસુ .ગીઝરમાં થયેલા ગેસ ગળતરના કારણે મહિલા BLOનું મોત થયાનું પ્રાથમિક તારણ:સામે આવ્યું.
Chorasi, Surat | Nov 26, 2025 સુરત મનપાના વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા BLOનું સોમવારે શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું હતું.જેનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર દ્વારા પ્રાથમિક તારણ ગેસ ગીઝરના ગળતરના કારણે મોત થયું હોવાનું આપવામાં આવ્યું છે. આ સાથે જ અલગ અલગ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે.