પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા નિવૃત્ત થયેલ પોલીસ કર્મચારીઓના માન-સન્માન અને તેમના અનુભવોનો લાભ લેવા માટે એક વિશેષ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત આ બેઠક પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની અધ્યક્ષતા હેઠળ સંપન્ન થઈ હતી. બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત તમામ નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો ટૂંકમાં પરિચય લેવામાં આવ્યો હતો અને તેમની વર્ષોની