કાલોલ તાલુકાના અલવા ગામે પોતાના ખેતરમાં ઘર બનાવી રહેતા વસંતભાઈ રણછોડભાઈ બારીયા ઉ.વ.૪૦ સોમવારે સાંજે ૬ થી ૮ ના સમયગાળા માળિયાકુવા ફળિયામાં રામદેપીરના મંદિરે પુજા પાઠ કરવા ગયા હતા અને ત્યારબાદ ઘરે પરત આવ્યા ત્યારે ઘરમાં આકસ્મીક આગ લાગતા હીરો ડીલક્ષ મોટરસાયકલ તથા ઘરનો સર સામાન અને એલજી કંપનીનું જુનું ટીવી તથા રોકડા રૂપિયા દસ હજાર તેમજ ઘરનું લાઇટનુ મીટર બળી જવા પામ્યું છે સમગ્ર વિગતે કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ