ચૂંટણીઓમાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધારવા અને તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને "ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટી ઓન એક્સેસિબલ ઇલેકશન્સ"ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.