ધોરડોમાં બંદોબસ્તમાં આવેલી એસઆરપી ટુકડીના ચાલકનું હૃદયરોગના હુમલાથી મોત ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું હૃદયરોગના હુમલાથી મોત થતાં ગમગીની છવાઈ હતી. ધોરડોમાં રાબેતા મુજબ રણોત્સવ દરમ્યાન વિવિધ પોલીસ જવાનો ઉપરાંત દર વર્ષે ભચાઉથી એક એસઆરપીની ટુકડી બંદોબસ્ત અર્થે આવે છે. આ ટુકડીના ડ્રાઈવરનાં સ્થાને અન્ય ડ્રાઈવર એવા મહોબતસિંહ સોઢા (રહે. પોલીસ લાઈન, એસઆરપી, ભચાઉ) આવ્યા હતા અને ગઈકાલે