ગોધરા: કનેલાવ ખાતેના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગોધરાના કનેલાવ ખાતે ખેલ મહાકુંભ-2025 અંતર્ગત જિલ્લાકક્ષાની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું. પ્રથમ દિવસે ભાઈઓ અને બીજા દિવસે બહેનો માટે વિવિધ વયજૂથ મુજબ સ્પર્ધાઓ યોજાઈ. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતે હાજરી આપી તેમજ પોતે પણ તરણમાં ભાગ લઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. જિલ્લામાંથી મોટી સંખ્યામાં બાળકો, કિશોરો અને યુવાનો જોડાયા હતા. દરેક કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરી તેમને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા. સમગ્ર કાર