રાજ્યના રમત ગમત મંત્રી ડૉ.જયરામ ગામીત ના હસ્તે નવા ભટાર ખાતે આદિવાસી સમાજના ભવનનું લોકાર્પણ
Majura, Surat | Dec 14, 2025 સુરતના નવા ભટાર ખાતે રાજ્યના આદિવાસી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આદિવાસી સમાજ ના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે ભવનનું લોકાર્પણ સુરત આવેલા રાજ્યના રમત ગમત મંત્રી ડૉ.જયરામ ગામીત ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.રવિવારના રોજ ભટાર સ્થિત અલથાણ ખાતે આદિવાસી સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ નું ઓન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો.જયરામ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોને સંબોધિત કર્યા હતા.