પલસાણા: સુરત જિલ્લા LCB પોલીસે જોળવા ખાતે બંધ મકાનમાંથી 9.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા
Palsana, Surat | Nov 22, 2025 પોલીસે ચોક્કસ બાતમી આધારે જોળવા ગામે આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીના બંધ મકાનમાં વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાનું જાણવા મળતા રેડ કરી હતી. જે આધારે પોલીસે રેડ કરતા વિદેશીદારૂની બોટલો નંગ 4320 જેની કિંમત રૂ. 9.52 લાખ મળી આવ્યો હતો. પોલીસે મુકેશ ઉર્ફે સોનુ નાવડી જનરલ આહિરે અને અનિલ માળીને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.