ગોધરાના કોઠી ત્રણ રસ્તા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ઇજતેમાનું આયોજન ચાલતું હતું, જેમાં આસપાસના વિસ્તારો અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બે દિવસ દરમિયાન ધર્મગુરુઓ દ્વારા માનવતા, ભાઈચારો અને નૈતિક મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજે કાર્યક્રમના અંતિમ દિવસે વિશેષ 'દુઆ' (પ્રાર્થના)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકોએ એકસાથે જોડાઈ દુઆ કરી હતી. ખાસ કરીને દેશમાં અને સમગ્ર વિશ્વમાં કોમી એકતા, ભાઈચારો અને