જુનાગઢ શહેરના કામદાર સોસાયટી સામેની શેરીમાં રહેતા હર્ષાબેન પરમારે સાગર ચૌહાણ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સાગર ચૌહાણ એ જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખીને ફરિયાદીના ઘરે જઈ વાહનમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.