ગોધરા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ફરી એકવાર ગટર લાઈનની સમસ્યા સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા મેદા પ્લોટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેદા પ્લોટમાં આવેલી મહેબૂબ મસ્જિદ પાસેના મુખ્ય રોડ પર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ગટરનું દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. આ ગંદકી મહેબૂબ મસ્જિદની બિલકુલ નજીક હો