વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ તંત્રની અવારનવાર બેઠકો કરવામાં આવતી હોવા છતા પણ ગંદકીનો ઉકેલ આવતો નથી. ત્યારે પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ દર્શનમ્ સેન્ટ્રલ પાર્કના રહેણાંક વિસ્તારના ડ્રેનેજના પાણી નદીમાં ઠલવાતા હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે.પાલિકા વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે,તો બીજી તરફ આ પ્રકારે ગેરકાયદે રીતે ગટરના દૂષિત પાણી નદીમાં છોડીને નદીને વધુ દૂષિત કરવામાં આવી રહી છે.