મોરબી: મોરબીના વીસીપરા રોડ પર 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત...
Morvi, Morbi | Nov 17, 2025 મોરબીના વીસીપરા રોડ પર છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત રહી છે. સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં આ અંગે કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, મહાપાલિકાની એક ગાડી રોજ આવે છે અને માત્ર એક જ ગટરની કુંડી સાફ કરીને જતી રહે છે, પરંતુ તેના ગયા બાદ તરત જ ફરીથી ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાય છે. ચોમાસાની પરિસ્થિતિ કરતાં પણ વધુ વિકટ અને ગંદકીભરી પરિસ્થિતિ ગટરના ગંદા પા