તારાપુર તાલુકાના રીંઝા ગામની નવી ઝોંક ખાતે રહેતા અને પશુપાલન કરીને જીવન ગુજરાન ચલાવતા પશુપાલકને રસ્તામાં રોક્યા હતા.અને પોલીસમાં બાતમી આપ્યાનો વહેમ રાખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજા શખ્સોએ પણ તેના ઘરે જઈને તેની પત્નીને ધમકી આપતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.