રાજકોટમાં વધુ એક હીટ ઇન્ટરનની ઘટના સામે આવી છે. ગત તા. 28ના રોજ પોપટપરા સ્મશાન પાસે રાત્રિના સમયે કરીયાણું લેવા બાઈક પર નીકળેલા 28 વર્ષીય રાજા દુદકિયાને અજાણ્યા વાહને ઠોકરે લીધો હતો. અકસ્માત સર્જી આ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા આજે વહેલી સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.