તળાજા: બપાડા ના પાટીયા પાસે કોલેજીયન યુવતીનું મોત થતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના પાટીયા પાસે મામાના ઘરે રહેતી કોલેજીયન યુવતી અરુણાબેન કરશનભાઈ ગામ કુંભારીયા તાલુકો રાજુલા ને અચાનક હૃદય બેસી જતા તેઓને તાત્કાલિક 108 મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા શોકનું મોજુ ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે મૃતક અરુણાબેન કોલેજ કરતા હતા અને તેઓ ચાર બહેનો છે અને પિતાનું પણ અગાઉ મૃત્યુ થયેલું છે જેઓ પોતાના મામાના ઘરે બપાડાના પાટીયા પાસે રહેતા હતા.