વિસનગર: નૂતન હોસ્પિટલમાં વાળની સમસ્યા માટેનો નિ:શુલ્ક કેમ્પ સફળ
વિસનગર સ્થિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના ડર્મેટોલોજીસ્ટ વિભાગે એક મહત્ત્વપૂર્ણ સેવા પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્કીન રોગ વિભાગ ખાતે વાળની તમામ પ્રકારની સમસ્યાઓના નિવારણ માટેનો એક નિઃશુલ્ક કેમ્પ તા. 20 નવેમ્બરને ગુરુવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને વાળ સંબંધિત રોગોમાં નિષ્ણાત સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો હતો.