અડાજણ: સુરતના રાંદેરમાં શાકમાર્કેટમાં શાકભાજી એમ.ડી ડ્રગ્સનો વેપલો, ૧૭.૭૦ ગ્રામ સાથે વિક્રેતા ઝડપાયો
Adajan, Surat | Jan 9, 2026 સુરત રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર રોડ તાડવાડી પટેલ પાર્ક નજીક શાકમાર્કેટમાં દરોડા પાડયા હતા.જયાંથી શાકભાજીના ધંધાની આડમાં માદક પદાર્થનું વેચાણ કરતા નઝીલ રસીદ સૈયદને મેફેડ્રોન ડ્રગ્સ ૧૭.૭૦ ગ્રામ કિંમત રૂ. ૫૩, ૧૦૦ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત બાઇક નં. જીજે-૫ કેએલ-૭૨૨૫ કિંમત રૂ. ૩૦ હજાર ઉપરાંત મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૫ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.