વેજલપુર: અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચના હુક્કાબાર પર દરોડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.