ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આગની ઘટના બની હતી. ગાયત્રી નગર વિસ્તારમાં આવેલી વેલ્ડીંગની દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. જે આગની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા અને ઘટના અંગે ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આંખ પર કાબુ મેળવ્યો હતો.