ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન પર તંત્રનો સપાટો: સોનગઢ સીમમાંથી ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત,
ચોટીલા થાનગઢ પંથકમાં ગેરકાયદેસર કોલસા ખનન સામે પ્રશાસને કડક કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને તેમની ટીમે સતત ત્રીજા દિવસે દરોડા પાડી ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોનગઢ ગામની સીમમાં આવેલા સર્વે નંબર 62 પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ જમીન પ્રેમાભાઈ મોહનભાઈની માલિકીની હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ખેતરમાં ગે