સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને પાંડેસરા વિસ્તારમાં જ ઓફિસ ધરાવતા વેપારીને અજાણ્યા ચોર ઈસમ ભેટી ગયો હતો. રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમે ઓફિસની ખુલ્લી બારીમાંથી બાજુમાં પડેલા સોફા પર મુકેલા રોકડા રૂપિયા ૧૮૦૦૦ ચોરી કરી અજાણ્યા વ્યક્તિ પલાયન થઈ ગયો હતો. જો કે બીજા દિવસે સવારે વેપારીને ચોરીની જાણ થતા તેઓએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.