માળીયા હાટીના: માળીયા હાટીનાના વિરડી, માતરવાણીયા, ભાખરવડ, બોડી તથા તરશીગડા ગામે કમોસમી વરસાદના નુકસાન અંગે સચોટ સર્વેની ખેડૂતોની માંગ
માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા, વિરડી, ભાખરવડ, બોડી તથા તરશીગડા ગામ સહિત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક, ખેતપેદાશો અને સૌથી મહત્ત્વપૂર્ણ એવા પશુચારાને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતથી લાખો ખેડૂતો પાયમાલ થયા છે અને તેમના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અત્યારે સર્વે ચાલી રહ્યો છે પરંતુ તે પહેલાં ખેડૂતોએ નુકશાની સાથે ખેતરોમાં આગળ ના વાવેતર માટે તૈયારી કરવા માંડી છે તેઓના નુકશાનનુ શું ?