શનિવારે સુરત આવેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર ની એક્ઝિક્યુટિવ કમિટીએ ચોક બજારના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ખાસ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પર હાજર રહ્યા હતા.તેઓએ કમિટીના મેમ્બરોને સંબોધિત કર્યા હતા. તેઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શહેરની મુલાકાત તમારા માટે યાદગાર દિવસ અને યાદગાર મુલાકાત બની રહેશે.સુરત એક ઐતિહાસિક શહેર છે.