લખતર તાલુકામાં નર્મદા કેનાલ નીકળી રહી છે જેમાં બજરંગપુરા થી કેસરિયા જતી નર્મદાની માઇનોર ડી કેનલ માં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું બજરંગપુરા લખતર અને વણા સીમમાં થી પસાર થતી નર્મદાની ડી કેનાલની અંદર ચોમાસા વખતે ગાબડું પડ્યું હોય અને કેનાલ તૂટી ગઈ હોય તેમ છતાં નર્મદા વિભાગ દ્વારા પાણી છોડાતા જે કેનાલ નું પાણી ખેતરો માર્ગે થઈ ખેતરોમાં જવાની ભીતી છવાઈ રહી હતી