મોરવા હડફ: સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે મોરવા હડફ ખાતે રાજ્યસભા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમા પદયાત્રા યોજાઈ
એકતા અને અખડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયતી નિમિત્તે મોરવા હડફ વિધાનસભાની ભવ્ય પદયાત્રા આજે સોમવારના રોજ રાજ્યસભા સાસદ જસવતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા યોજાઈ હતી.આ પદયાત્રા શ્રી અબે મા મદિર ડાગરીયાથી શરૂ થઈ ડાગરીયા ચોકડી થઈ અંબે મા મંદીર-મોરવા હડફ સુધીના રૂટ પર યોજાઈ હતી આ તકે રાજ્યસભા સાંસદ તેમજ ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી અબે માં મદિર, ડાગરીયા ખાતે સરદાર સન્માન યાત્રાનુ સ્વાગત કર્યું હતુ