ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે તકવા મસ્જિદ પાસે આવેલ અલીબાગ સોસાયટીના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે તકવા મસ્જિદ પાસેની અલીબાગ સોસાયટીના મકાનમાં છાપો મારી 480 કિલો શંકાસ્પદ માંસ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા. સ્થળ પરથી કતલના સાધનો, વાહનો અને મોબાઇલ સહિત કુલ 5.78 લાખનો મુદ્દામાલ મળ્યો. પકડાયેલા ઇસમોએ જણાવ્યું કે આદિલ ઇબ્રાહિમ હયાત સહિતના અન્ય ચાર લોકો માંસ વેચાણ માટે લાવી ગયા હતા. મળેલુ માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તપાસ માટે મોકલાયું. પોલીસને ચોક્કસ બાતમી પરથી આ કાર્યવાહી કરી હતી.