આજે તારીખ 04/01/2026 રવિવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં પ્રાયોજના વહીવટદાર દ્વારા સાગટાળા ખાતે આવેલી શ્રીવાલ્મિકી આશ્રમશાળા તથા ગાયત્રી કન્યા છાત્રાલયની ઔચિંતી મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન બાળકો સાથે સીધી વાતચીત કરીને તેમની રહેણાંક, ભોજન, અભ્યાસ તેમજ અન્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોની સુખાકારી અને સુરક્ષા બાબતે ખાસ ધ્યાન આપવાની સૂચનાઓ આપવામાં આવી હતી.