આણંદ શહેર: જિલ્લામહામંત્રી જગતપટેલને આંકલાવ, પેટલાદ,સોજિત્રા,તારાપુર શહેર અને તાલુકા મંડળો તેમજ મુખ્ય મથક પ્રભારીની જવાબદારી સોંપી
આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠનની રચના પૂર્ણ થયા બાદ હવે તેને સક્રિય કરવા માટે મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. જિલ્લા પ્રમુખ સંજય પટેલે નવનિયુક્ત જિલ્લા મહામંત્રીઓને ઝોન, મંડળો અને વિવિધ મોરચાઓની જવાબદારી સોંપી છે. આ ફાળવણી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કાર્યયોજનાનો પ્રારંભ સૂચવે છે.