ભરુચ જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી સીએસઆર પહેલ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ તથા સ્માર્ટ આધુનિકરણની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 35 આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ તેમજ 118 આંગણવાડી કેન્દ્રોના સ્માર્ટ આધુનિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.