સૂરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાથી પાવર ગ્રીડ તથા જેટકોની ટ્રાન્સમિશન લાઈન પસાર થાય છે જે ગામોમાથી ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર છે તે ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ તા.૨૬/૧૧/૨૦૨૫ નાં રોજ મીયાપુર તા. મહુવા,જી.સુરત ખાતે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને ગુજરાત ખેડુત સમાજ ના પ્રમુખ જયેશ ભાઇ દ્વારા વળતર ને લઈ ખેડૂતો ના પ્રશ્નો બાબતે તેમજ કાયદાકીય રીતે લડવાની ચર્ચા કરાઈ હતી.