હોળાષ્ટકના પ્રારંભે શિવાજી રોડ પર આવેલ આશાપુરાનાં મંદિર પાસે વિધિવત રીતે માણેકસ્થંભની સ્થાપના બાદ આ તહેવારની ઉજવણી કરાય છે. શહેરના વિવિધ રસ્તાઓ પર આસોપાલવ અને શાકભાજીના તોરણ બાંધવામાં આવે છે. લગ્ને - લગ્ને કુંવારા ઇશાકચંદ્રના લગ્નોત્સવની જાનનો શહેરના ભીડ ચોક વિસ્તારમાંથી બપોર બાદ પ્રારંભ થાય છે.તે શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઇને માણેક સ્થંભ પાસે પહોંચી હતી.